ભરૂચ

 (યાકુબ પટેલ.પાલેજ)

 

 

પાલેજ :- ભરૂચ તાલુકાના વરેડિયા રેલવે સ્ટેશન નજીક શનિવારના રોજ ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા વલણ ગામના સઇદ નામના યુવકનું કમકમાટીભર્યુ મોત નીપજવા પામ્યું હતું. બનાવની પોલીસ સુત્રીય માહિતી અનુસાર કરજણ તાલુકાના વલણ ગામનો સઇદ યુનુસ ચકા ઉ.વ. ૨૦ ટૃેન નંબર ૬૯૧૧૨ અપ મેમુ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે ભરૂચ તાલુકાના વરેડિયા રેલવે સ્ટેશન નજીક કિમી ૩૪૪/૧૧ પાસે ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા સઇદને શરીરે થયેલી ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ તેનું કરૂણ મોત નીપજવા પામ્યું હતું. 

 

બનાવની જાણ થતા પાલેજ રેલવે અાઉટ પોસ્ટના એ એસ અાઇ ઘનશ્યામ સિંહ ચંદ્રસિંહે ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી સઇદના મૃતદેહનો કબ્જો મેળવી સઇદના મૃતદેહને પાલેજ સામૂહિક અારોગ્ય કેન્દ્ર ખાતે પી એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સઇદના મોતના સમાચાર વલણ ગામમાં પ્રસરતા વલણ ગામના ઉપસરપંચ મુસ્તાક ટટ્ટુ, અબ્દુલભાઇ મટક તેમજ વલણ ગામના અાગેવાનો પાલેજ સામુહિક અારોગ્ય કેન્દ્ર ખાતે અાવ્યા હતા. અાશાસ્પદ યુવકના મોતના સમાચાર વલણ ગામમાં વાયુવેગે પ્રસરતા ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. મર્હુમ સઇદની દફનવિધિમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી અાપી હતી...