અમદાવાદ

ન્યુઝ. વિરમગામ
તસવીર:- વંદના વાસુકિયા
ઓરી અને રુબેલા રોગો વિરોધી રક્ષણ આપવા માટે સમગ્ર અમદાવાદ જિલ્લામાં મિઝલ્‍સ–રુબેલાની રસી શાળા તથા આંગણવાડી કેન્‍દ્ર પર આ અભિયાન અંતર્ગત ૯ મહિનાથી ૧પ વર્ષના તમામ બાળકોને આપવામાં આવશે. અમદાવાદ જીલ્લાના 9 માસથી 15 વર્ષના 3.70 લાખ બાળકોને રસી આપવામાં આવશે. ઓરી એક પ્રાણઘાતક રોગ છે જે વાયરસ ધ્‍વારા ફેલાય છે. ઓરીના કારણે વિકલાંગતા તથા નાની ઉંમરમાં મૃત્‍યુ થઈ શકે છે. રુબેલા એક ચેપી રોગ છે જે વાયરસ ધ્‍વારા ફેલાય છે. તેના લક્ષણો ઓરી જેવા હોય છે. તે છોકરો અથવા છોકરી બન્‍નેને થઈ શકે છે. જો કોઈ સ્‍ત્રીને સગર્ભાવસ્‍થાના શરુઆતના આ રોગનો ચેપ લાગે તો જન્‍મજાત રુબેલા સિંડ્રોમ થઈ શકે છે તે ગર્ભ અને નવજાત બાળક માટે ઘાતક સિધ્‍ધ થઈ શકે છે. 
એક રાષ્‍ટ્રવ્‍યાપી અભિયાન દરમિયાન ઓરી અને રુબેલા વિરુધ્‍ધ રક્ષણ આપવા માટે અમદાવાદ જીલ્‍લામાં તા.૧૬/૭/ર૦૧૮ થી આ અભિયાન શરુ કરવામાં આવનાર છે. જેના ભાગરુપે અમદાવાદ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. વર્કશોપના પ્રારંભે જીલ્લા આરસીએચઓ ડો.ગૌતમ નાયક દ્વારા જરુરી માહિતી આપવામાં આવી હતી અને તેઓના હસ્તે મિઝલ્‍સ–રુબેલા માર્ગદર્શિકા બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેઓએ નીતિ આયોગમાં નકકી થયેલ ૭ ઈન્‍ડીકેટર કાર્યક્રમોની સમીક્ષા કરી અમદાવાદ જીલ્‍લામાં સુદઢ કામગીરી કરવા આહવાન કરેલ જેમાં ખાસ કરીને માતા અને બાળમૃત્‍યુદર ઘટાડવા જેમાં સગર્ભા જોખમી માતાઓ સમયસર અને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર કક્ષાએ પ્રસુતિની સેવાઓ મળી રહે તેવી સુચના આપેલ હતી.  જિલ્લા આરસીએચઓ ડો.ગૌતમ નાયક ધ્‍વારા જીલ્‍લામાં ઓરી-રુબેલા વેકસીનેશન અભિયાન દરમિયાન તાલુકા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર વિસ્‍તાર અને શહેરી વિસ્‍તારમાં આ કાર્યક્રમ માટે લોક આગેવાનો, સામાજીક આગેવાનો નો સહયોગ, શિક્ષક મીટીંગ, મહિલા મીટીંગ, માતા મીટીંગ યોજી જનજાગૃતિ લાવી આ કામગીરી ઝુંબેશના રુપે સફળ પાર પાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અભિયાન સૌ પ્રથમ પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓ ત્‍યાર બાદ આંગણવાડી કેન્‍દ્રો, આશ્રમશાળા, મદ્રેશા ના બાળકોને આવરી લેવામાં આવશે. તેમજ ઔધોગિક વિસ્‍તાર માટે મોબાઈલ ટીમ ધ્‍વારા બાળકોની ટીમને આવરી લેવામાં આવશે. વર્કશોપમાં ઉપસ્‍થિત તાલુકા આરોગ્‍ય અધિકારી, સીએચસી અધીક્ષક,  તબીબી અધિકારીઓ, શિક્ષણાધિકારી, પીઓ આઇસીડીએસ સહીતના અધિકારીઓને આ કાર્યક્રમ અંગેની વિસ્‍તૃત માહિતી પ્રેઝન્‍ટેશન ધ્‍વારા ડબલ્‍યુ.એચ.ઓ.ના ડો.અનિકેત રાણા અને ડો.દિનેશ પટેલ  દ્વારા આપવામાં આવી હતી. અમદાવાદ જીલ્લાના પ્લાનિંગ ઓરીએન્ટેશન વર્કશોપને સફળ બનાવવા માટે આરસીએચઓ ડો.ગૌતમ નાયક, ઇએમઓ ડો.ચિંતન દેસાઈ,  ક્યુએમઓ ડો.સ્વામિ કાપડીયા, ડીએમઓ નરેન્દ્રસિંહ રાઠોડ, જીલ્લા આઇ.ઇ.સી અધિકારી વિજય પંડિત સહીતના અધિકારી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. 
આ વેકસીનથી શુ ફાયદો થશે ? 
મિઝલ્સ રૂબેલા વેક્સીનથી મંદબુધ્ધી, બહેરાશપણુ જેવા પંજેનાઈટલ રૂબેલા સેન્ડરોમ, જન્મજાત મોતિયો આંધળાપણુ તેમજ ઓરી જેવા ચેપી રોગથી પણ મુક્તી મળી શકે છે.