સુરત

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ બોર્ડે માં સામે આવ્યો આંતરિક જૂથવાદ - સૌરાષ્ટ્રીયન અને સુરતી લોબી ને લઈ યુવાનો ની કારકિર્દી નો લેવાય રહ્યો છે ભોગ. 

 

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ બોર્ડે માં છેલ્લા 4-5 દિવસ થી ગરમા ગરમી નો માહોલ સર્જાયો છે કમિટી મેમ્બર ના રાજકારણ ને લઈ ને સારા ભાવિ ક્રિકેટ ખેલાડીઓ નો ભોગ લેવાઈ રહ્યો છે. રમત ગમમ્ત ને લઈ ને આપડો દેશ ઘણો પાછળ છે અને ખાડે ગયેલો કહીએ તો પણ ખોટું નથી પરંતુ દેશ મા અનેક આગાવી પ્રતિભા ધરાવતા ખેલાડીઓ કે યુવાનો નો ભોગ આંતરિક રાજકારણ લઈ લે છે તેવી જ ઘટના છેલ્લા કેટલાક સમયથી સુરત મા બની રહી છે ત્યારે તેનો ઉકેલ આવે છે કે આવી પ્રતિભા ધરાવતા યુવાનો કોઈ ખોટું પગલું ભરી બેસે અને પછી બધા જાગૃત બને એ જોવું રહ્યું. 

 

           ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ બોર્ડે ના હોદ્દેદારો પોતાના આંતરીક લાભ ખાટવા માથે થઈ ને તમામ નીતિ નિયમો નેવે મૂકી પોતાની મનમાની ચલાવી રહ્યા છે સૌરાષ્ટ્રીયન યુવાનો ને સ્થાન ન મળતા સુરત ના ઘણા ઉદ્યોગપતિઓ એ ચાલુ વર્ષે આવી મનમાની સામે અવાજ ઉઠાવ્યો છે સારી પ્રતિભા ધરાવનાર ખેલાડી ઓને ન્યાય મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે પરંતુ હવે તેમનું  ઊપજે છે શું તેતો નામ ના ડિકલેરેશન પછી જ ખબર પડે!! 

     

   પરંતુ સુરત ના મોટા ગજા ના ઉદ્યોગપતિ ના પરીવાર ના આવા જ એક સારી પ્રતિભા ધરાવનાર યુવાનો નો ભોગ લેવાય રહ્યો છે ત્યારે આવી બાબત માં પેહલી વાર આગેવાનો દખલગીરી કરી રહ્યા છે અને હજુ સુધી તેના પરિણામ સુધી પોહચ્યા નથી પણ સામાન્ય પરિવાર ના લોકો એ વિચારવા જેવી બાબત છે કે આવા મોટા ગજા ના ઉદ્યોગપતિઓનું કઈ ચાલતું ન હોય તો સામાન્ય પરિવાર ના કેટલાય યુવાનો ની કારકિર્દી જૂથ વાદ અને આંતરિક રાજકારણ મા રોળાઈ હશે.