મહીસાગર

 સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં આવેલ દિન દયાળ પ્રધાનમંત્રી  જન ઔષધી સ્ટોરમાં ડોક્ટરની લખેલી દવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નહોવાની લોકબૂમ ઉઠવા પામી છે.

          સરકાર ધ્વારા ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને બજારમાં મળતી મોંઘી દવાઓ ખરીદવી ન પડે અને તેના ત્રીજા ભાગ ના બિલમાં  આ દવાઓ ખરીદી સકાય તેવા શુભ આશયથી દિનડયાલ જન ઔષધી સ્ટોર ખોલવામાં આવ્યો પરંતુ છેલ્લા કેટલાય સમયથી અહીં દવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી,ઘણા બીમાર દર્દીઓને અવારનવાર ધરમધક્કા ખાઈ પાછા જાય છે તયારે સુ સરકાર આ બાબતે કોઈ નક્કર આયોજન કરી દવાઓ જન ઔષધી સ્ટોર માં મળે તેવી વ્યવસ્થા કરાવશે ખરી??

 જન ઔષધી સ્ટોર ના મેનેજર નું કહેવું છે કે દવાઓ પૂરતા પ્રમાણમાં છે, પરંતુ આપ. જોઈ રહ્યા છો કે દવાના સ્ટોર માં પૂરતા પ્રમાળમાં જથ્થો ઉપલબ્ધ નથી. માત્ર ને માત્ર અમુક જ દવાઓના ખોખા જોવા મળે છે, અથવા તો પછી દવાઓ બારોબાર બજારમાં માં તો નથી જતી??? આવા અનેક સવાલો પ્રજાના મનમાં ચર્ચાઈ રહ્યા છે , હવે જોવું એ રહયુ કે બીમાર દર્દીઓને સસ્તા ભાવે દવા મળશે કે પછી બારોબાર બીજે પગ કરી જશે તે તો આવનારો સમય જ બતાવશે.

રિપોટર -- અમીન કોઠારી,સંતરામપુર, મહિસાગર