નર્મદા

કેન્દ્રીય જળ આયોગનું ૫૦ સભ્યોનું ડેલીગેશને નર્મદા ડેમની મુલાકાત લીધી. નર્મદા આધારીત પાણી વિતરણ યોજનાનાં અભ્યાસ માટે ૧૭ રાજયનાં સિંચાઇ વિભાગનાં અગ્રસચિવો પણ જોડાયા.કમાન્ડ એરીયામાં પાઇપલાઇથી પાની પહોંચાડવાનાં ગુજરાત મોડેલનાં ભરપેટ વખાણ.અન્ય રાજ્યોમાં પણ લાગુ કરાશે   આજે કેંદ્રીય જળ આયોગનાં ડેલીગેશને નર્મદા ડેમની મુલાકાત લીધી. ગુજરાતમાં નર્મદા આધારીત પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનાં મોડેલનાં વખાણ કર્યા.જે મોડેલને અન્ય રાજ્યોમાં પણ લાગૂ કરાશે.  પ્રધાનમંત્રી કૃષી વિકાસ યોજનામાં ૯૯ યોજનાં અમલી છે તેમાંથી ૧૭ જેટલા રાજયો લાભાન્વીત છે, કેંદ્ર સરકારની સહાયથી ચાલી રહેલ કમાન્ડ એરીયા એકટીવીટીનાં અભ્યાસ માટે ડેલીગેશનનાં ૫૦ સભ્યોએ મુલાકાત લીધી છે.જેમાં ગુજરાતમાં સારી કામગીરી થઇ હોવાનું કેંદ્રીય જળ આયોગનાં કમીશનર ડૉ. બી.આર.કે.પિલ્લાઇએ  જણાવ્યુ હતુ.:
૧૧ મેનાં રોજ કમાન્ડ એરીયા  એકટીવીટી અંગેની રાષ્ટ્રીય સમીક્ષા બેઠકનું આયોજન વડોદરામાં કરાયુહતું  અને ગુજરાતનાં પાણી વિતરણ યોજનાંનો અભ્યાસ કરીને તેને અન્ય રાજ્યો અપનાવી શકે તે માટે આ અભ્યાસિક પ્રવાસ ગોઠવાયો છે. ગુજરાતમાં ખેડુતોને નહેરની સાથે સાથે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે જે પાણી પહોંચાડવાની યોજનાં  કે જે કેન્દ્રની સહાયથી થઇ રહી છે. જે ભારતમાં પ્રથમવાર થઇ રહી છે. જેનું અમલીકરણ ખુબ સારી રીતે થઇ રહ્યુ છે.અને તે જોઇને અન્ય રાજ્યોનાં પ્રતિનીધીઓ સારી રીતે શીખી રહ્યા છે.અને પાણી વિતરણનાં આ ગુજરાત મોડેલને પોતપોતાનાં રાજયોમાં લાગુ કરાશે.

રિપોર્ટ :
જ્યોતિ દીપક જગતાપ , રાજપીપળા