મહીસાગર

હાલમાં ભયંકર ઉનાળાની કાળઝાળ ગરમી અને લગ્નની સીઝન પુરજોશમાં ચાલે છે તેવા સમયે સંતરામપુર માં આવેલા એસટી ડેપોમાં વહીવટ ના નામએ મીંડું છે, સંતરામપુર એસટી ડેપોના મેનેજર અપડાઉન કરે છે અને એટીઆઇ છે તેને વહીવટ કરતા આવડતું નથી??

હાલમાં વરસી રહેલ કાળઝાળ  ગરમિમાં.  સંતરામપુર એસટી ડેપોમાં પાયાની જરૂરિયાત એવા થન્ડા પાણી  ની પરબ બંધ હાલતમાં છે ત્યાં આગળ અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેઠા હોય છે એસટી ડેપો મુસાફર જનતા માટે મુકવામાં આવેલા પંખા સદંતર બંધ હાલતાં છે જવાબદારી પૂર્વક તેને ચાલુ કરવા માં આવ્યા નથી, બાળકો, ઘરડા અને બીમાર દર્દીઓને ભારે મુશ્કેલીઓ નો સામનો કારકો પડે છે.

યુનિયનવાદ એટલે હદે  વકરી ગયો છે કે  ફરજ પરના એટીઆઇ ને કોઈ ગાંઠતું જ નથી,

નવાઈની વાત તો એ છે કે, કંટ્રોલ પોઇન્ટ ઉપર કંટ્રોલર ની જગ્યાએ માત્ર ને માત્ર કનડક્ટર જ ફરજ બજાવતા હોય છે અને મુસાફર જનતાને ઉડાઉ ને ઉદ્ધત જવાબ આપવામાં આવે છે જે કેટલા અંશે વ્યાજબી  ગણાય ???

પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલમાં લગ્નની સીઝન પૂર બહરમાં  છે ત્યારે સંતરામપુર એસટી માં યુનિયનવાદ ને કારણે લોકલ તેમજ એક્સપ્રેસ શિડ્યુલ  રદ  કરવામાં આવતા મુસાફરો અટવાઈ પડ્યા હોવાના અહેવાલો સાંપડ્યા છે ત્યારે એસટી વિભાગીય નિયામક ની કચેરી ધ્વારા આવી ગંભીર બાબતો પ્રત્યે  કડક હાથે તપાસ કેરી જવાબદારો સામે શિક્ષાત્મક અને દન્ડનાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી મુસાફર જનતાની ઉગ્ર માંગણી છે.

રિપોર્ટર -- અમીન કોઠારી, સંતરામપુર મહિસાગર