ભરૂચ

(યાકુબ પટેલ.ભરૂચ)

 

 

ભરૂચ :- ભરૂચ શહેરના હાર્દસમા  પાંચબત્તી વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ બેન્કના શોપિંગમાં એચ.ડી.એફ.સી ના એ.ટી.એમ સેન્ટરમાં આગ લાગતાં ભારે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી.

 

બનાવની મળતી મુજબ ભરૂચ હાર્દસમા વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બેકના શોપિંગમાં આવેલ એચ.ડી.એફ.સી ના એ.ટી.એમ મશીનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે  નાસ ભાગના દ્રશ્યો સર્જાયા હતા. અાગની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયરબ્રિગેડને કરાતાં  અગ્નિશમન દળના લાશ્કરોએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સમય સર ફાયર ફાઇટરો ન આવતા આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં દુકાનદારોએ નગરપાલિકાના ફાયર ફાઈટરો નો ઉધડો લઇ લીધો હતો...