ભરૂચ

 (યાકુબ પટેલ.ભરૂચ)

ભરૂચ :- ભરૂચ જિલ્લાના જંબુસર પાસે માર્ગ અકસ્માતમાં એકનું મોત જ્યારે ૩ ને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રીના જંબુસર ચંદ્રાય પાણીની ટાંકી પાસે એક કારને અકસ્માત નડ્યો હતો

સારોદ ગામના યુવાનો જંબુસર થી સારોદ જઈ રહયા હતા  તે દરમ્યાન અજાણયા વાહન સાથે કારની ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

કારમાં સવાર સરફરાઝ અસ્લમ કારભારી, હુજેફા સલીમ કારભારી અને સલમાન રફીક દૌલાને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

જ્યારે આશાસ્પદ યુવાન મુબારક હસન કારભારીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મારનાર મુબારક હસન કારભારી  થોડા દિવસ અગાઉ સાઉથ આફ્રિકાથી માદરે વતન આવ્યો હતો. જે અકસ્માતમાં મોતેને ભેટ્યો હતો. અાશાસ્પદ યુવકના અકાળે મોતને પગલે સારોદ ગામમાં શોકનું માતમ છવાઈ ગયું હતું.