ભરૂચ

(યાકુબ પટેલ.ભરૂચ)

ભરૂચ :- ભરૂચના ફુરજા ચાર રસ્તા ખાતે હજરત ગરીબ શાહ ફિદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી રમજાન માસ નિમિત્તે અસંખ્ય જરૂરીયાતમંદ લોકોને અનાજ સહીતની સાધન સામગ્રીની કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં મુસ્લીમ બિરાદરોના પવિત્ર રમજાન માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ માસ મુસ્લિમ સમાજના લોકોમાં અતિ મહત્વનો હોય છે. જેમાં સમગ્ર દિવસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો રોજા રાખી નમાઝ અદા કરી ઈબાદત કરતા હોય છે. 

આગામી ગણતરીના દિવસોમાં પવિત્ર રમજાન માસની શરૂઆત થવા જઇ રહી છે. જેને ધ્યાનમાં રાખી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ શહેરના ફુરજા ચાર રસ્તા બાદશાહી મસ્જીદ ખાતે આવેલ હજરત ગરીબ શાહ ફિદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અસંખ્ય જરૂરીયાતમંદ અને ગરીબ લોકોને અનાજ, તેલ સહિત રમજાન માસને લગતી સામગ્રીની કીટનું વિતરણ હજરત ગરીબ શાહ ફિદા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રુસ્ટી અને અગ્રણી  યુસુફ ભાઈ મલેક, લાલ ભાઈ શેખ, હમજા મલેક તેમજ અન્ય ટ્રુસ્ટીઓ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રમજાન માસ નિમિત્તે દર વર્ષે સમાજના અસંખ્ય લોકોને અનાજ, તેલ સહિતની સામગ્રીની કીટ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. જેમાં કેટલાય પરિવારોને રમજાન માસમાં રોજિંદા વપરાશમાં તકલીફોનો સામનો ન કરવો પડે તેવા ઉદ્દેશ સાથે કરવામાં આવે છે. ત્યારે સ્થાનિક અગ્રણી તેમજ નગર પાલિકાના સભ્ય યુસુફ ભાઈ મલેકના ટ્રસ્ટ અને તેઓની ટીમ થકી થતી આ પ્રકારની સેવાકીય પ્રવુતિને અન્ય લોકો પણ બિરદાવતા હોય છે અને તેઓની દર વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને કરવામાં આવતી મદદની પ્રશંશા કરી તેઓ વધુમાં વધુ આ પ્રકારના કાર્ય આગામી સમયમાં પણ કરતા રહે તેવી શુભેચ્છાઓ પણ લોકો આપતા હોય છે...