અમદાવાદ

 અમદાવાદ મા અનેક જગ્યા ઓ પર ગેરકાયદેસર દબાણો ઉભા થઈ રહ્યા છે અનઅધિકૃત બાંધકામો દિન પ્રતિદિન વધતા જતા હોવા છતા AMC ના તંત્ર આંખ આડા કાન કરતું જોવા મળે છે કોમઁશિયલ પઁકાર ના બાંધકામો મોટી સંખ્યા મા વધી ગયેલ હોવા છતા એસ્ટેટ ખાતા ના અધિકારીઓ તેની સામે પગલા ભરવામા વામણા સાબિત થઈ રહ્યા છે અથવા તો મનેકમને સાચવીને આવા તત્વો ને છાવરી રહ્યા હોઈ તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યુ છે
               અમદાવાદ ના ખોખરા ગુજરાત હાઉસીગ બોડઁ ના સવોદયઁનગર મા રહેણાંક વિસ્તાર મા ગેરકાયદેસર બાંધકામો સામે નાગરિકો એ મોરચો ખોલ્યો છે અને આવા બાંધકામો સામે તંત્ર ને અનેક રજૂઆતો બાદ પણ કોઈ પગલા ના ભરાતા અંતે રહીશો એ ઢોલ-નગારા વગાડી ને બહેરા થઈ ગયેલ કોરપોરેશન ના તંત્ર ને જગાડવા મણિનગર ના રામબાગ પાસે આવેલ દક્ષિણ ઝોન ની કચેરી એ બેનરો પ્લેકાડઁ સાથે રાખી સુત્રોચાર કરી ને અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું
હષઁદ પટેલ
ખોખરા-હાટકેસવર
અમદાવાદ