સુરત

સુરત :- લીંબાયત વિસ્તાર માં હત્યા

લીંબાયત ના શાહપુર વિસ્તાર માં મોડીરાત્રે હત્યા

મૃતકે લીંબાયત પોલીસ ને પોતાની જાન ને ખતરો હોવાની અરજી કરી હતી

પરંતુ લીંબાયત પોલિસે કાર્યવાહી નહીં કરતા આખરે યુવાન ની હત્યા

મૃતક ની લાસ ખાનગી હોસ્પિટલમાં

જ્યાં સુધી હત્યારા નહીં પકડાય ત્યાં સુધી લાસ નો કબજો લેવાનો કર્યો ઇન્કાર..

લીંબાયત માં એક અઠવાડિયા માં આ 3 જી હત્યા

સુરતના લિંબાયત શાહપોર ખાતે ગુફરાન નામનો યુવાન સિરામિકના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ચાર માસ અગાઉ સરંગમ બેન્ડના લોકો સાથે ગાડી ભાડા અંગે તેની માથાકૂટ થઇ હતી. ત્યાર બાદ આ બંને જુથો વચ્ચે અવારનવાર ઝઘડો ચાલતો આવતો હતો.જેને લઇને ગુફરાનએ આ અંગે લિંબાયત પીઆઇ અને પોલીસ કમિશનરને પોતાની જાનને જોખમ હોવાની રજૂઆત કરી હતી. જો કે પોલીસે આ મામલામા બેદરકારી રાખી હતી. જેનો ભોગ ગુફરાન બન્યો હતો. ગત મોડી રાતે ગુફરાન તેના મિત્ર સાથે બેઠો હતો. ત્યારે એકાએક 10 થી 15 લોકોનુ ટોળુ ત્યા હથિયાર લઇને ધસી પડયુ હતુ અને ગુફરાન પર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામા ગુફરાનનુ ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ જ્યારે તેના મિત્રને પગના ભાગે ઇજા પહોંચી હતી.