રાજકોટ

ઉપલેટા અહીંયા આવેલ એકમાત્ર સરકારી હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં ઉપલેટા.ધોરાજી.કુતીયાણા.જામજોધપુર. તાલુકાના ગામડાના લોકો સારવાર માટે આવેછે ત્યારે આ હોસ્પિટલમાં દર્દીઓને જરૂરી સારવાર સદાય મળી રહે તે જરૂરી છે

આ હોસ્પિટલમાં પાયાની જરૂરિયાતો પૂરી છે કે ઘટે છે તે અંગેની જાણકારી મેળવવા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ મુલાકાત લીધી હતી

આ મુલાકાત દરમિયાન હોસ્પિટલના સુપ્રીટેન્ડ ડો.મેહુલ કણસાગરાએ હોસ્પિટલમાં કાર્યરત ડાયાલીસીસ. વિભાગ ફીજીયોથેરાપી. લેબોરેટરી. અને અન્ય વિભાગોની જાણકારી આપી હતી ઉપલેટા તાલુકાના લોકો પણ હોસ્પિટલમાં આવતાં હોય ત્યારે બિલ્ડીંગ ટુંકુ પડતું હોવાનું અને ડોક્ટરો તથા ત્રીજા અને ચોથા વર્ગ ના કર્મચારીઓ ઘટતાહોવાની જાણકારી આપેલ હતી હોસ્પિટલમાં ટોયલેટ બાથરૂમ ની જોયતી  સગવડતા ના હોવાનું જણાવતા લલિતભાઈ વસોયા એ સ્થળ ઉપરજ પોતાની ગ્રાન્ટ માંથી રૂપિયા ૨ લાખ ફાળવીને પ્રસનોનો ઉકેલ લાવેલ તેમજ ઘટતા ડોક્ટર તથા સ્ટાફ અને બિલ્ડીંગ અંગે સરકાર મા રજુઆત કરી યોગ્ય કરવાની ખાતરી આપેલ હતી આ મુલાકાત વખતે તેમની સાથે તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર,ક્રુષ્ણકાન્ત ચોટાઈ,લાલભાઈ,કનુભાઈ,નારણભાઇ સરપંચ(ગઢાળાના)હાજર રહ્યા હતા

રિપોર્ટર વિપુલ ધામેચા ઉપલેટા