વલસાડ-વાપી

દાદરા અને નગર હવેલી ના ઉમરકૂઇ રોડ ઉપર થી પસાર થતી કાર ના ચાલકે કાર પર નો કાબુ ગુમાવતા કાર રોડ ની નીચે ઉતરી પલ્ટી જવાપામી હતી જોકે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની બની નહિ કાર માં સવાર ને નાની મોટી ઇજાઓ પોહચી હતી 

દાદરા અને નગર હવેલી ના ઉમરકૂઇ ભુજા પાડા વિસ્તારમાં થી પસાર થતી એક સુરત પારસીંગ ની ક્રેટા કાર ના ચાલકે વણાંક માં કાર ઉપર નો કાબુ ગુમાવી દેતા કાર પુરપાટ ઝડપે રોડ ની નીચે ઉતારી દેતા કાર વધુ ઝડપે હોય પલ્ટી જવા પામી હતી કાર માં સવાર ચાલાક ને નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ઘટના બનતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા નોંધનીય છે કે ઉમરકૂઇ રોડ ઉપર અનેક સ્થળ ઉપર સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા હોવા છતાં પણ અનેક વાહન ચાલકો પુરપાટ ઝડપે જતા અકસ્માત ને નોતરું આપી બેસતા હોય છે