વલસાડ-વાપી

વાપી ખાતે આવેલી હોટલ પામ રેજન્સી ખાતે ગુજરાતી કોમેડી ફિલ્મ છૂટી જશે છક્કાં ના પ્રમોશન માટે ફિલ્મ ના મુખ્ય કલાકાર એવા ભરત ચાવડા ,જાનકી બોડીવાલા અને સૌરભ રાજ્યગુરૂએ પત્રકાર પરિસદ બોલાવી ફિલ્મ ના વિવિધ પાસા અંગે ની જાણકારી આપી હતી 

25 મી મેં ના રોજ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ છૂટી જશે છક્કા ક્રિકેટ મેચના સટ્ટા પર આધારિત એક કોમેડી ફિલ્મ હોવાનું ફિલ્મ ના કલરો એ જણાવ્યું હતું વધુમાં ફિલ્મ અંગે જણાવતા ભરત ચાવડા એ વિગતો આપી હતી કે આ ફિલ્મ પુરા પરિવાર સાથે બેસી ને માણી શકાય તેવી ફિલ્મ છે ફિલ્મમાં પતિ પત્ની અને પતિ ના દોસ્ત ની આસપાસ સમગ્ર વાર્તા નો પ્લોટ છે જેમાં ક્રિકેટ શેર બજાર જેવા અલગ અલગ સટ્ટા પર કેવી કેવી કોમેડી ઉભી થાય છે તે દર્શવવા માં આવ્યું છે તો સાથે સાથે સમાજ માં હંમેશા પોતાની મસ્તી માં મસ્ત રહેતા યુવાનો ઝડપ થી નાણાં  કમાવવા ની લ્હાય માં ક્રિકેટે કે શેર બજાર ના સટ્ટા માં ફસાયા બાદ કેવી કેવી પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે તેનું આંખ ઉઘાડતું ઉદાહરણ પૂરું પાડ્યું છે જોકે આખી ફિલ્મ કોમેડી બેઝ ઉપર આધારિત હોય દર્શકોને ફિલ્મ જોવામાં ખુબજ મઝા પડશે તેવું ફિલ્મ ના કલાકારો એ જણાવ્યું હતું 

 

છૂટી જશે છક્કા માં મુખ્ય કલાકારો તરીકે ભરત ચાવડા જાનકી બોડીવાલા ,સૌરભ રાજ્યગુરુ સહીત ના કલાકારો એ અભિનય ના ઓજસ પાથર્યા છે જયારે ફિલ્મ નું ડિરેક્ટર તરીકે દુર્ગેશ તન્ના અને પ્રોડ્યુસર તરીકે નિશાંત ઠક્કરે આ ફિલ્મ નું નિર્માણ કર્યું છે ફિલ્મ નું મોટા ભાગ નું શૂટિંગ આમદાવાદ અને ભાવનગર માં કરવામાં આવ્યું છે ફિલ્મ ની સંપૂર્ણ વાર્તા ડિરેક્ટર દુર્ગેશ તન્ના એ લખી છે ફિલ્મ માં કેદાર।ભાર્ગવ નું સંગીત છે જયારે ભાર્ગવ પુરોહિત અને નિરેન ભટ્ટે ગીતો લખ્યા છે જે ગીતો ને દિવ્યા કુમાર ભૂમિ ત્રિવેદી હર્ષિત ચૌહાણ અને ભાર્ગવ પુરોહિતે ગીતો ગાયા છે જોકે આગામી 25 મી મેના રોજ રિલીઝ થતી આ ફિલ્મ અંગે કલાકારો એ જણાવ્યું હતું હાસ્ય થી લોટપોટ કરતી આ ફિલ્મમાં અનેક તાણાવાણા ગુંથાયેલા હોય અંતે ફિલ્મ માં શું થાય છે તે જોવા પુરી ફિલ્મ જોવી જ રહી