વલસાડ-વાપી

માહિતી બ્‍યૂરોઃ વલસાડઃ તાઃ ૧૬: વલસાડ તાલુકાના વાઘલધરા ખાતે આવેલા વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે

વિવિધ પ્રકારના રોજગારલક્ષી ટૂંકા અને લાંબાગાળાના ટેકનીકલ કોર્ષ કાર્યરત છે. અહીંના તાલીમાર્થીઓનો

સર્વાંગી વિકાસ અને રોજગારી માટે કંપનીમાં જવા પહેલાં કંપનીના માહોલ અને નીતિ નિયમોથી પરિચિત થાય

માનસિક રીતે મજબૂત બને, આત્‍મવિશ્વાસ પ્રબળ બને તે હેતુસર ઇન્‍ડસ્‍ટ્રીયલ બોઇલર લી.વાપી કંપનીની

મુલાકાતનું આયોજન કરાયું હતું. આ મુલાકાતમાં સી.એન.સી., ફિટર, ટર્નર ટ્રેડના તાલીમાર્થીઓને કંપનીના

અલગ-અલગ વિભાગોમાં ચાલતા કામોનું કંપનીના પ્રોડકશન હેડ કમ મેનેજર પારસભાઇ પ્રજાપતિ સહિત

એન્‍જિનિયરોના સહયોગથી પ્રત્‍યક્ષ નિરક્ષણ કરાવી માહિતી આપવામાં આવી હતી.

વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટરના ફોરમેન કમ ટ્રેનિંગ અને પ્‍લેસમેન્‍ટ ઓફિસર ભાવિક એચ.પટેલે જણાવ્‍યું

હતું કે, આજે દુનિયામાં ગુજરાત રાજ્‍યની ઓળખ એક વિકસિત ટેકનિકલ વ્‍યાપારિક હબ તરીકેના મોડેલ રૂપે

થઇ રહયો છે, ઔદ્યોગિકરણ ખૂબ ઝડપથી વિકાસ પામી રહયું છે ત્‍યારે ટેકનિકલ માનવશક્‍તિની ખૂબ જ

જરૂરિયાત પડી રહી છે. ત્‍યારે આવા કુશળ માનવબળ તૈયાર કરવા માટે વી.ટી.સી. દ્વારા તાલીમ સાથે કંપનીની

મુલાકાત કરવામાં આવે છે.