મહીસાગર

શિવસેના ના પંચમહાલ.અને મહીસાગર  જિલ્લાના પ્રમુખ  લાલાભાઈ ગઢવીની આગેવાની હેઠળ મહીસાગર  કલેકટર શ્રી ને  આજે  આવેદનપત્ર આપવામા આવ્યુ અને તેમાં રજુઆત કરવામાં આવી કે,

જૂની ટ્રેન સેવા ફરીથી ચાલુ થાય એવી શિવસેના તેમજ કાર્યકરો અને આજુબાજુની  જનતાની માગ છે.

આજના આધુનિક યુગમા મહીસાગર જીલ્લા ના લોકો રેલ્વે થી વંચિત છે લુણાવાડા ગોધરા રેલ્વે આજથી વીસ વરસ પહેલા ટ્રેન સેવા શરુ હતી.

અમુક કારણોસર સરકારે એ સેવા બંધ કરી એ સેવા ફરીથી ચાલુ થાય એવી શિવસેના તેમજ કાર્યકરો અને આજુબાજુના રહીશો ની માગ છે

આજે લુણાવાડા મહીસાગર જીલ્લા નુ પાટનગર તરીકે ઓળખાય છે. અને રેલ્વે સેવાનો અભાવ જોવા મળે છે 

ગોધરા થી સેવા શરૂ કરી લુણાવાડા થી હિમતનગર સુધી લંબાવામા આવે તો ઘણાબધા લોકોને પોસાય તેમ છે  

અમારી માગ પર પૂરતુ ધ્યાન આપવામા આવે તેવી મહીસાગર જીલ્લા કલેકટર ને પંચમહાલ મહીસાગર જિલ્લાના શિવસેનાના  પ્રમુખ લાલાભાઈ ગઢવી ની આગેવાની હેઠળ અને લુણાવાડા  પ્રમુખ ગવરાનગભાઈ  ખાનપુર તાલુકામાથી પરાનશુભાઈ હિમાનસુ  ત્રિવેદી  સાથે મળી આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ

રિપોર્ટર- અમીન કોઠારી, સંતરામપુર, મહિસાગર