સુરત

સુરતના રાંદેર પોલીસ મથકમા ફરજ બજાવતા કોન્સ્ટેબલ અજયને બાતમી મળી હતી કે અડાજણ વિસ્તારમા એક બિલ્ડીંગ નીચે પાર્ક કરેલી કારમા દારુનો જથ્થો છુપાવી મુકયો છે. જે બાતમીના આધારે અજય કાર પાસે પહોંચી જઇ તપાસ કરતા તેમાથી દારુનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કાર માલિકનો પુત્ર ત્યા આવી પહોંચ્યો હતો, તેની પાસેથી કારની ચાવી માંગતા ચાવી ઉપર ફલેટમા હોવાનું તેને જણાવ્યુ હતુ. જેથી કોન્સ્ટેબલે કાર માલિકના પુત્રને લઇ ઉપર ફલેટ પર ગયો હતો. જ્યા ફલેટમા હાજર કાર માલિકની પુત્રી પર અજયની નજર બગડી હતી અને તેની છેડતી કરી હતી. બાદમાં ભોગ બનનારની માતાએ અડાજણ પોલીસ મથકમા પોલીસક્મી અજય વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરી હતી.

ઉલ્લેખનીય છે કે રાંદેર પોલીસે ફરિયાદીના ભાઇ વિરુધ્ધ પ્રોહીબ્યુશનનો કેસ કર્યો હતો. જેને છોડાવવા માટે પોલીસકર્મી પર ખોટા આક્ષેપો કર્યા હોવાની વાત બહાર આવી છે.