ગાંધીનગર

અરબી સમુદ્રમાં સાગર વાવાઝોડુ સક્રિય થયું છે, પરંતુ ગુજરાત પર વાવાઝોડાની કોઇ અસર થશે નહીં. ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. 40થી 45 કિલોમીટર પર કલાકની ઝડપે પવન ફૂંકાશે.

જૂનાગઢ ઉપરાંત ભેંસાણ, વિસાવદર, માણાવદર પંથકમાં પણ ભારે પવન ફુંકાયો હતો. તેમજ વાદળો ઘેરાયાં હતાં. બીજી તરફ ભેંસાણ રોડ પર પવનનાં કારણે એક વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. ધૂળ આંધી સર્જાઇ હતી. તેમજ જૂનાગઢ પંથકમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા.