વલસાડ-વાપી

વલસાડ : ઉમરગામ ખાતે આવેલા જાણીતા એવા વૃંદાવન સ્ટુડિયોમાં આજે એક સીરિયલના શૂટિંગ દરમ્યાન સેટમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી. 

ઉંમરગામ ખાતે આવેલા જાણીતા એવા વૃંદાવન ફિલ્મ સ્ટુડિયોમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા એક ટીવી સિરિયલના સેટ પર શૂટિંગ દરમિયાન આગ લાગતા સમગ્ર શહેરને ભારે નુકસાન થયું છે જોકે આ દરમિયાન કોઇ જાનહાની બની નહોતી પરંતુ આગ લાગતા શૂટિંગ વેળાએ કામ કરી રહેલા અનેક લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો 

આ અંગેની ખબર ઉમરગામ પાલિકાના ફાયર વિભાગને આપવામાં આવતા પાલિકાનું ફાયરનું વાહન ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા માટે કવાયત હાથ ધરી હતી 

નોંધનીય છે કે આ સ્ટુડિયોમાં અત્યાર સુધીમાં અનેક જાણીતી સિરિયલોના  શૂટિંગ થઈ ચૂક્યા છે જેમાં રામાયણ, સુર્યપુત્ર શની સહિત અનેક જાણીતા ટીવી શૉના સેટ બનાવવામાં આવે છે અને તે બાદ તેની અંદર અનેક સિરિયલોનું શૂટિંગ કરાય છે આ અગાઉ પણ આવી આગની ઘટનાઓ ઘણીવાર આગળ બની ચૂકી છે પરંતુ આવી આગની ઘટના સામે રક્ષણ મેળવવા માટે અહીં કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ ન હોવાનું સ્થળ પરથી જાણવા મળ્યું હતું આ સમગ્ર ઘટનામાં કોઈપણ જાનહાનિ બની ન હતી અને ફાયર વિભાગની ટીમે ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો